પ્રથમ વખત કંઈક કરવું મુશ્કેલ છે. ખાસ કરીને જ્યારે તમે મળીને કામ કરી રહ્યા હોવ ત્યારે ભૂલો કરવી સારી વાત નથી. પરંતુ એકબીજા સાથે મળીને અને એક જ સાથે કામ કરવું એ જ તો ઓપેન સોર્સ છે. અમે તમારું પ્રથમ ઓપન સોર્સ કોન્ટ્રિબ્યુશન / યોગદાન સરળ બનાવાનો પ્રયત્ન કરીશુ.
આર્ટિકલ્સ વાંચન અને ઓનલાઇન ટ્યુટોરિયલ્સ મદદ કરી શકે છે, પરંતુ પોતે તે કામ કરવાથી સારું શું હોઇ શકે? આ પ્રોજેક્ટ તમને તમારી પ્રથમ કોન્ટ્રિબ્યુશન માટે દિશા નિર્દેશ આપશે. જો તમે તમારું પ્રથમ કોન્ટ્રીબ્યુશન કરવા માંગો છો તો આગળ આપેલા સ્ટેપ્સને અનુસરો.
જો તમે કમાન્ડ લાઇન સાથે આરામદાયક ન હોવ, તો અહીં GUI ટૂલ્સનો ઉપયોગ કરવાના ટ્યુટોરિયલ્સ છે.
જો તમારા કમ્પ્યુટર પર Git નથી, તો Git ઈન્સ્ટોલ કરો
કાંટા(ફોર્ક) બટન પર ક્લિક કરવાથી આ રિપોઝીટરી ફોર્ક થાય છે, આ તમારા GitHub એકાઉન્ટમાં આ રિપોઝીટરીની એક નકલ (કોપી) બનાવશે.
હવે તમે આ રેપો તમારા કમ્પ્યુટરમાં ક્લોન કરો (અર્થાત ડાઉનલોડ કરો). તમારા GitHub એકાઉન્ટ પર જાવ, ક્લોન બટન પર ક્લિક કરો અને પછી copy to clipboard
આઇકોન પર ક્લિક કરો.
તમારા કમ્પ્યુટર પર એક ટર્મિનલ / કમાંડ પ્રોમ્પ્ટ ખોલો અને નીચે દર્શાવ્યા મુજબ git આદેશ ચલાવો:
git clone "યુઆરએલ જે તમે હમણાં જ નકલ(ક્લોન) કરી"
જ્યાં "યુઆરએલ જે તમે હમણાં જ કોપી કર્યું છે" (અવતરણ ચિહ્નો સિવાય) એ આ રિપોઝીટરી(આ પ્રોજેક્ટનો તમારો ફૉર્ક) ની URL ના સંગ્રહ માટે છે. તેની URL ને મેળવવા માટે પાછલા પગલાં જુઓ.
ઉદાહરણ તરીકે:
git clone https://github.com/આ-તમે-છો/first-contributions.git
'આ-તમે-છો' તમારા GitHub એકાઉન્ટનું username
છે. અહીં તમે તમારા કમ્પ્યુટરમાં GitHub થી first-contributions રિપોને કોપી કરી રહ્યા છો અથવા તેના એક સ્થાનિક / લોકલ કોપી બનાવી રહ્યા છે.
તમારા કમ્પ્યુટર પર બનાવેલ રિપોઝીટરીની કોપીનાં ફોલ્ડર / ડિરેક્ટરીમાં જાવ (જો હજુ સુધી તમે ત્યાં ન હોવ તો નીચે આપેલ Command(આદેશ) ચલાવો)
cd first-contributions
હવે 'git checkout' command(આદેશ) નો ઉપયોગ કરીને એક નવી શાખા(Branch) બનાવો. નવી શાખા(Branch) બનાવવા માટે -b વિકલ્પનો ઉપયોગ થાય છે.
git checkout -b <તમારી-શાખા-નામ-ઉમેરો>
ઉદાહરણ તરીકે:
git checkout -b add-alonzo-church
(શાખા(Branch)ના નામમાં 'add' ઉમેરવાની જરૂર નથી, પરંતુ તેમાં શામેલ કરવું યોગ્ય છે કારણ કે શાખા(Branch)નો હેતુ એક નામ છે, જે નામ ઉમેરવાનું છે.)
હવે 'Contributors.md` ફાઇલને એક ટેક્સ્ટ એડિટરમાં ખોલો અને તેમા તમારુ નામ લખો. ફાઇલની શરૂઆત અથવા અંતે તેને ના ઉમેરતા. તેને મધ્યમાં ગમે ત્યાં રાખો. હવે, ફાઇલને સેવ કરો.
જો તમે પ્રોજેક્ટની ડાઈરેક્ટરીમા જશો અને git status
નિર્દેશ ચલાવશો, તો તમે કરેલા પરિવર્તન જોઈ શક્શો. તે પરિવર્તન બનાવવામાં આવેલ શાખા(Branch)માં ઉમેરવા માટે 'git add` કમાન્ડ વાપરો.
git add Contributors.md
હવે તમારા પોતાના ફેરફારોને 'git commit' આદેશનો ઉપયોગ કરી કમીટ કરો.
git commit -m "Add <તમારુ-નામ> to Contributors list"
<તમારુ નામ> ની જગ્યાએ તમારું નામ દાખલ કરો
તમારા ફેરફારો ને Github માં પુશ કરો
git push
ઉપયોગ કરીને તમારા પરિવર્તન ને પુશ કરો
git push origin <તમારી-શાખા-નામ-ઉમેરો>
<તમારી-શાખા-નામ-ઉમેરો>
ની જગ્યાએ તમારી શાખા(Branch)નુ નામ ઉમેરો.
જો તમે તમારા github એકાઉન્ટ પર તમારી રિપો માં જાવ તો Compare & pull request નો ઓપ્શન હશે. તેને દબાવો.
હવે તમારી pull request સબમિટ કરો.
ટૂંક સમયમાં હું તમારા ફેરફારો માટે આ પ્રોજેક્ટની માસ્ટર શાખામાં મર્જ ક્રી દઇશ. તમને એક મેલ આવશે જ્યારે તમારા ફેરફારો મર્જ થશે.અભિનંદન!:tada: તમે હમણાં જ સ્ટાન્ડર્ડ fork -> clone -> edit -> pull request
વર્કફ્લો પૂર્ણ કર્યો છે. જેનો તમે વારંવાર સહયોગકર્તા (contributor) તરીકે સામનો કરશો!
તમારા પ્રથમ યોગદાનની ઉજવણી કરો અને વેબ એપ્લિકેશન પર જઈને તમારા મિત્રો અને ફોલોઅર્સ સાથે શેર કરો.
જો તમને કોઈ મદદની જરૂર હોય અથવા તમારી કોઈ સમસ્યા હોય તો તમે અમારી સ્લેક ટીમમા જોડાઈ શકો છો. સ્લેક ટીમ જોઈન કરો.
ચાલો, હવે તમને અન્ય પ્રોજેક્ટ્સમાં કંટ્ર્રીબ્યુટ કરવામા મદદ કરુ. અમે તમારા માટે એક યાદી બનાવી છે જેમા ખૂબ સરળ issues(મુદ્દાઓ) છે વેબ એપમા પ્રોજેક્ટ્સ ની સૂચિ જુઓ.](https://roshanjossey.github.io/first-contributions/#project-list)
GitHub Desktop | Visual Studio 2017 | GitKraken | Visual Studio Code | Atlassian Sourcetree | IntelliJ IDEA |